લાગણી થીજી ગઇ છે હવે;
_____________________
વગર ઠંડી એ બધી લાગણી ઓ થીજી ગઈ છે હવે,
લાગણી ને તમારી વાડ મા વહેવા મળશે તો ખુશ થઇ જશે હવે,
બધા ભેગા થયા છીએ આપણે, એક બીજા ની સોડમ માણવા ને,
તમારી બારી ની મીઠી હવા શ્વાશ ને મળી જશે તો ખુશ થઇ જશે હવે,
લાગણી ના મોજા બધા વહે છે એકલા એક્લા,
જો એ કિનારા ના પથ્થરો ને તોડી શકશે તો ખુશ થઇ જશે હવે,
પહાડો ને પણ નીચે આવવુ નથી ગમતુ હવે,
જો એ કોતરાઇ ને મુર્તિ બની જશે તો,
જયવંતભાઇ ના શબ્દો પહાડો ના ચરણ ચુમી
ખુશ થઇ જશે હવે.
જયવંત / કવિરાજ