" માઇક્રોફિક્શન "
(((((((O)))))))
👉 સાફ સફાઈ 👈
OoooooooooO
કોન્ટ્રાકટના બિલમાંથી કટકી કરવા જતાં રંગે હાથ ઝડપાયેલા શખ્સને બોસે કાઢી મૂક્યો. આ વાતની જાણ સફાઈ કામદારને થતાં રાજી રાજી થઈ ગયો.તે મોકાની તલાશમાં આખરે શેણી ઉપર ઘણ મારી જ દીધો.
"વાહ! સાહેબ તમે પણ આજે અમારી જેમ કચરો કાઢી જ દીધો." સારું કર્યું, હવે આમારો પગાર પૂરો આવશે.
અને તે બોસને આશિષ આપતો કામની જગાએ જવા લાગ્યો, ત્યાં બોસે તેને પાછળથી બુમ મારી બોલાવ્યો અને કહ્યું, તું કચરો કાઢે છે એમ મેં પણ કચરો કરવાવાળાને જ કાઢ્યો, આખરે કામ સરખું જ છે મારું ને તારું બરાબરને! સફાઈ કામદારે હકારમાં માથું હલાવ્યું.
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી