એક દીવો અંતરમાં ઉજાસ ફેલાવવા અખંડ
જલી રહ્યો છે તેને બુઝાવવા ના દઈશ....
ના થઈશ નાસીપાસ વિશ્વાસ નું ઈંજન પૂરતો
રહેજે તારા અંતરે અમે છીએ ને કાયમ....
હૃદય ના થડકાટ ને હડસેલી હિંમતને અપનાવજે
હસતે મુખે સારી યાદ ફરી યાદ કરજે....
મહેનતને અગ્ર સ્થાન આપી ઉત્સાહ સભર
જુસ્સાને જાળવજે પછી જો શું થાય છે......
સફળતા તારા પગ ચૂમશે ને ગમતા નો ગુલાલ
બની ઉડશે આકાશે....
-Shree...Ripal Vyas