દિવાળીની સવારે અનામિકા જ્યારે કોફી બનાવી રહી હોય છે ત્યારે તેનું ધ્યાન ભટકી જાય છે .અને કોફી ઉભરાવાથી પ્લેટફોર્મ પણ ગંદુ થઈ જાય છે. તેને 15- 16 વર્ષ પહેલાનો આરવ સાથેનો મુંબઈ પ્રવાસ યાદ આવી જાય છે, કે મુંબઈ પ્રવાસ દરમિયાન અનામિકા જ્યારે ગીચાગીચ ટ્રેનમાં ફસાઈ જાય છે ત્યારે કોણ જાણે ક્યાંથી આરવ તેનો હાથ ખેંચીને તેને બહાર નીકાળે છે અને અનામિકાને જે ડર હોય છે કે તે ક્યાંક ફસાઈ ગઈ છે તે માથી તે ઉગરી જાય છે અને તેને હાશ થાય છે. જ્યારે આજે કેટલાય સામાજિક અને વ્યવહારિક કાર્યોના ચક્રવ્યુહમાં એ ફસાઈ હોય છે એ અંતર મનથી આરવને બોલાવે છે પણ ખરી પણ આરવ તો જાણે ક્યાંય ગુમ થયેલ હોય છે... અનંતની યાત્રાએ... ત્યારની દિવાળી અને અત્યારની દિવાળી અનામિકા ની... એ આરવને યાદ કરતા કરતા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે..... Bindu Anurag
12:00 PM
04/11/21