ઘણી વખત આપણે લાગણીઓનું પણ
ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ..
પછી સમય રહેતાં ખ્યાલ આવે છે એક મોટી ભૂલ થઈ ગઈ છે પણ ઈશ્વર આપણને સાચી રાહ બતાવે છે કે ક્યાંથી પાછા વળવાનું છે અને જો સાચા સમયે પાછા વળી જઈએ તો આ ઈન્વેસ્ટમેન્ટમાં આપણી લાગણીઓ તો દુભાય જ છે પણ વધારે પડતા આપણે તેમાં ઊંડા ઊતરી નથી શકતા અને ઊગરી જઈએ છીએ... Bindu
ઘણી વખત આપણે લાગણીઓનું પણ
ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ...
પણ ઈશ્વર સદાય સહાય કરે છે...
અહીં લાગણીઓનું કોઈ મૂલ્ય સમજી જ નથી શકતું..
ઘણાને તો લાગણી એક રમત જેવું લાગે છે... Bindu
અથવા તો આપણી લાગણી એમના માટે
સમય પસાર કરવાનું સાધન લાગે છે...
માટે લાગણીઓનું ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આપણે હતાશ થઈ જઈએ છીએ....
અહીં સમજનાર તો હજારો મળે છે પણ આપણને સમજી શકનાર જૂજ મળે છે..
અહીં લાગણીઓ તો દરેકને જોઈએ છે પણ લાગણીશીલ સ્વભાવ વાળી વ્યક્તિ કોઈની નથી ગમતી...
દરેક વ્યક્તિ દેખાવને મહત્ત્વનું માને છે પણ શા માટે ભૂલી જઈએ છીએ કે બાહ્ય સુંદરતા કરતાં પણ આંતરીક સુંદરતા વિશિષ્ટ હોય છે
ખરેખર લાગણીઓનું ઇન્વેસ્ટમેન્ટ આપણને જીવનમાં ઘણા ખરા પાઠ શીખવી જાય છે... दिल से....
૦૧:૩૮ PM 03/11/21...