એક phrase હાથમાં આવ્યો. કોઈને ખ્યાલ નહીં હોય.
'વહાણું વાયું'.
વહેલી સવારે જે cool breez તમારા ગાલને અડી રોમાંચ કરાવે છે તે હળવી પવનની લહેરખીઓ.
સૂર્યોદયની થોડી વાર પહેલાં જે પવન વાય તે ક્ષિતિજને અડીને હોય કેમ કે ઉપરનું વાતાવરણ ઠંડુ હોય અને સુરજ ઉગવાની તૈયારી હોય એટલે જમીનને અડીને એ પવન વાય જે શાંત દરિયે વહાણને સઢમાં પવન ફૂંકાઈ ગતિ આપે. એટલે એ શબ્દ વહાણું વાયું વહેલી સવાર ,just before sunrise માટે.
મારી મમ્મી એક ગીત ગાતી-"વ્હાણું વાતાં રે મારે રસોઈ ની ગભરામણ.
કોઈને ખારૂં કોઈને તીખું કોઈને ગળ્યું શિરામણ'.
શિરામણ એટલે બ્રેકફાસ્ટ.