*દિવાળીની સાફ સફાઈ કરતાં .......*
--------------------------------------------
હું હરેક દિવાળીએ આમ જ માળિયામાં સાફ સફાઈ કરૂ છું
ક્યાંક મુકાઈ ગઈ છે શાંતિ, એને હરેક વર્ષે શોધું છું.
સફાઈ તો એક બહાનું છે, બાકી ખોવાયેલી જીંદગીને શોધું છું,
મુક્યા છે ગિલ્લી દંડા અને બેટ બોલ, આમ જ
નાનપણનાં રમકડાં સાથે બાળપણને શોધું છું,
ખોવાયેલી જીંદગીને હું ફરી પાછી શોધું છું.
દસ બાય દસ ની ઓરડીમાં હું માળિયા ઉપર સુતો હતો,
એ દિવસોના હું મારા ખોવાયેલા વિશાળ હ્રુદયને શોધું છું.
માળિયામાં રહેલા ગલ્લામાં, પાંચ - દસ અને બે હજારની નોટ વચ્ચે પેલા ભુલાયેલા પાંચ પૈસા, દસ પૈસા અને પાવલીને શોધું છું.
સાચું કહું તો બાપ દાદા, જે માણી ગયા હતા,
એ સુખ શાંતિ ને શોધું છું.
ખોવાયેલી જીંદગીને આમ સાફ સફાઈ કરતાં કરતા શોધું છું.
*📝જયવંત બગડીયા / કવિરાજ*