શું આમ રોજરોજ પ્રભુ પાસે માંગવાનું?
છીએ માનવ તોય માંગણ થૈને રહેવાનુ?
છે એ પરમપિતા નૈ ખબર હોય આપણી?
કે વિનિતવદને કરજોડી એનેય કહેવાનું ?
આપે યા ના આપે હોય એની જેવી મરજી,
ના આપે તો કરી બળાપો ક્રોધને ઠાલવવાનું ?
અંતરયામી અવિનાશી તોયે શબ્દો ધરવાનું ?
મળી જાય મનચાહ્યું તો આભાર માનવાનું ?
જાણીએ દ્રષ્ટા છે એ કર્તાની ભૂમિકામાં નહીં,
આપી દે તો એની કૃપાદ્રષ્ટિ એમ સમજવાનું ?
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર..