Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજતક જેમતેમ જીવ્યા હવે બસ કરો.
ક્યાંક ફાવ્યા ક્યાંક હંફાવ્યા હવે બસ કરો.

મહાપ્રયત્ને મળ્યો છે માનવદેહ આપણને,
આચરણમાં કૈં સુધારો લાવ્યા ? હવે બસ કરો.

ભોગપ્રધાન જીવીને ભીંજવી દીધી જિંદગી,
ઉપકારો હરિના યાદ કૈં આવ્યા? હવે બસ કરો.

ખૂબ લાડ લડાવ્યા રસનાને વિવિધ આરોગીને,
કદી પરમાર્થે કોઈને ચમકાવ્યા ? હવે બસ કરો.

સાદ સમયનો સમજી જવું ઘટે સૌએ શાનમાં,
કદી બુભુક્ષિતાઃના આતર ઠાર્યાં ? હવે બસ કરો.

પાછા વળો સમય છે હજુ કૈંક કરી છૂટવાનોને ,
તમારાથી રૂઠેલાંને તમે મનાવ્યા? હવે બસ કરો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111760420
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now