👉કોણે લખ્યુ ખબર નથી,
પણ બહુ સરસ લખ્યુ છે.....🙏
~============================~
💚_મને એવી કયાં ખબર હતી કે_ :
_સુખ અને ઉંમરને_ _બનતું નથી_,
_પ્રયત્ન_ _કરીને_ _સુખને_ _તો લાવ્યો_
_પણ_ ..
_ઉંમર રીસાઇને ચાલી ગઇ_ ...!!!
~_________________________________~
💎_"નાનું પણ ભયંકર વાક્ય"_
_આશ્ચર્ય છે ને કે રાવણને_ _સળગાવતા પહેલાં આપણે જ એને બનાવીએ છીએ_.
~_________________________________~
🌻_દોસ્ત_......
_કેટલો ચાલાક હતો તું_ !!!
_ગીફ્ટ માં "ઘડિયાળ" તો આપી ગયો_....
_પણ ત્યાર પછી_!!!
_"સમય"_ _આપવા_ _નું_ _ભુલી_ _ગયો_!!!....
~_________________________________~
✳_માણસ પાસે બહુ રૂપિયો_
_થઇ જાય ત્યારે_..
_માણસ ''બહુરૂપિયો_''
_થઇ જાય છે_.....
~_________________________________~
🎆_"જીંદગી શીખવે તે શીખી લેવાય_,
_કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર_ ! "
~_________________________________~
🌷❛ _દુઃખ આવ્યું છે_
_અને આવતું રહેશે, સાહેબ_
_છતાં સવારે સુખ શોધવા નીકળી જવું_
_એનું નામ 'જિંદગી_'
~_________________________________~
🙏_સાવ ડફોળ ના દાખલા સાચા પડે_
_અને ભલભલા બુધ્ધિશાળી ના ગણિત ખોટા પડે_...
_એનું નામ_ _"જીંદગી"_
~_________________________________~
♠️_સામેની વ્યક્તિ જરા વધું_ _પડતી ભોળી હતી_
_એથીજ તમે ચતુર કહેવાયા_ ....
_એ વાત ભુલશો નહી_!!!
~_________________________________~
🌸 _સંપ માટી એ કર્યૉ,_
_ને ઈંટ બની_..
_ઈંટો નુ ટોળુ થયુ_,
_ને ભીંત બની_…
_ભીંતો_એક બીજાને મળી_,
_ને ” ઘર ” બન્યું_….
_જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને_ _લાગણી સમજતી હોય_,
_તો આપણે તો માનવી છીએ_
_સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,_
_અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે_
~_________________________________~
💖_જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે,_
_પણ_
_એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે_......
~_________________________________~
🌹_ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી_.....
_પણ_
_દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે_.
~_________________________________~
💐_અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે_..
_પણ_
_સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે_..!
~_________________________________~
*અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં*
*ભરાય છે દિલમાં*
*અને*
*છલકાય છે આંખમાં* ❤🙏