Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો ને આપણે દિવાળી ઉજવી લઈએ ;
---------------------------------------------------

આવે છે દિવાળી , ચાલો ને આપણે એની તૈયારી કરી લઈએ,

હ્રુદય નાં માળિયા માં પડેલા કચરા ને , ચાલો ને બહાર ફેંકી દઈએ,
કરુણા નાં આંસુ થી મન માં જામેલા મેલ ને ચાલો ને સાફ કરી લઈએ,

લાગણી ની દીવાલો હવે ઝાંખી થતી જાય છે,
ઉમંગ - ઉત્સાહ ના રંગો થી ચાલો ને રંગી લઈએ,
દૂર દૂર બહાર થી આવે છે ધૂળ, ચાલો ને કાન ની બારી ના પડદા નવા કરી લઈએ,

હોઠો નાં મુસ્કાન થી જલેબી,ઘૂઘરા, અને મોહનથાળ કરી લઈએ, પ્રેમ અને સ્નેહ ની મીઠાઈ બધા ને ધરી દઈએ,
ચાલો ને આપણે દિવાળી ઉજવી લઈએ,

હ્રુદય માં દીપ પ્રગટાવી , સંબંધો ની અમાસ ને પૂનમ કરી લઈએ,
આમ જ આશા ના તોરણો બાંધી જીંદગી ઝગમગાટ કરી લઈએ,

આંગણા હવે ખોવાયા છે અને ઉંબરા બધા સપાટ છે,
રંગોળી આપણે એક બીજા ના હૈયા મા કરી લઈએ, આમ જ જીંદગી એક બીજા ની રંગીન કરી લઈએ,

દિવાળી આવી છે ચાલો ને આપણે ફરવા જઈએ, એક બીજા ના હૈયા નાં ચાલો ને રહેવા જઈએ,

પ્રભુ એ આપી છે આ ' બોનસ ' માં જીંદગી,
તો આ ' કવિરાજ ' કહે છે ચાલો ને આપણે ખુશી ની લ્હાણી કરી લઈએ,

ચાલો ને આપણે આમ જ દિવાળી ઉજવી લઈએ.


જયવંત બગડીયા / કવિરાજ

Gujarati Poem by Jayvant Bagadia : 111760111
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now