*જ્વલંત*
મુંજ થી હું આજ શરુઆત કરું, મનથી હું આજ શુભ સંકલ્પ કરું.
સૂર્ય સંગ હું સોનેરી પ્રભાત કરું,
નિત્ય તારી જળધારાથી હું સેવા કરું.
ઘરને મારાં સ્વર્ગ જેવું દેવસ્થાન કરું,
દેવ મારાં માતા-પિતાની પૂજા કરું.
અંધારું અંતરનું દુર કરવા દિપ જ્વલંત કરુ,
સુખ શાંતિની અહીં સ્થાપના હું કરું,
ન કદી પરિવારથી કજીયો કંકાસ કરું.
આજ હું નવો પવિત્ર સંકલ્પ કરું,
સ્વચ્છ શેરી, રસ્તા ને મારું ગામડું કરું.
જાહેર જગ્યાએ ને મારું ઘર ની સાફ કરું,
પવિત્ર સ્થાનોનું મર્યાદાથી સન્માન કરું.
વાવી વૃક્ષો ને લીલી વસુંધરા કરું,
નદી ને નમન કરી સ્વચ્છતા નુ સંકલ્પ કરું.
આવેલા મુંજ દેશમાં અતિથિનુ આદર કરું,
વિશ્વમાં મા ભારતનું નામ જ્વલંત કરું.
કહે નર જો કોઈ એક સંકલ્પ પુરું કરું.
સંકલ્પ કરી ધન્યતા મારી જાતને કરું.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા હાલ મુન્દ્રા
*ગૃપ ગૌરવ માટે*
તા.૨૮/૧૦/૨૧