અહીં બેંગલોરમાં દિવાળીનું ખાસ મહત્વ નથી પણ દશેરા તેમના મુખ્ય તહેવાર જેવો છે. કામવાળીઓ અને ઓફિસમાં કર્મચારીઓ દશેરાનું બોનસ માંગે છે.
હું રહું છું તે ટાવરમાં અને આજુબાજુના ટાવરોમાં ગઈકાલે करवा चौथ તહેવારની ઉજવણી થતી જોઈ. સાંજ પડે લાલ સાડીઓમાં એકદમ સરસ તૈયાર થયેલી સ્ત્રીઓ દિવાઓ લઈ બિલ્ડીંગમાં નીચે પૂજા કરતી જોઈ. આઇટી ટેકીઓની 'ટેકાણીઓ' કે ખુદ ટેકી યુવતીઓ .
મૂળ બેંગ્લોર શહેર ક્યાંક છે અને ટેકીઓ થી જ વસેલા ટાવરો ના ટાવરો અને સોસાયટીઓ ભારતના દરેક ભાગના રહેવાસીઓથી ભરેલા છે.