બાળગીત
************
બાલુડા આવજો હો ...શાળાના ઉપવનમાં.
શાળામાં આવીને બાલુડા કિલ્લોલ કરજો.
બાલુડા વિના બાગ રેબગીચા સુના રે પડ્યા .
પ્રાર્થનામાં બાલુડાના ગુંજન ધીમા રે પડ્યા.
વર્ગખંડમાં કલબલાટ ને વાતો સુની રે થઈ.
શાળામાં મિત્રો સાથે રમતો સુની રે પડી.
જ્યાં જોઉં ત્યાં બાલુડા વિના ખાલીપો લાગે.
બાલુડા વિના શાળાની ગલીઓ સુની રે લાગે
ઝટ પધારજો ને વહેલા,વહેલા રે પધારજો.
બાલુડા આવજો હો ...શાળાના ઉપવનમાં..
*********************
ભાનુબેન બી પ્રજાપતિ