👉 અમર થઈ ગયા મહેશ નરેશ જેઓ દુનિયામાં હતા સવિશેષ 👈
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
વણકર કુળમાં પેદા થઈને , મોટી નામના મેળવી ગયા ;
સમાજ હિત માટે સ્વયમને ઓગાળી જાતને ભેળવી ગયા .
અમર થઈ ગયા મહેશ નરેશ જેઓ દુનિયામાં હતા સવિશેષ .
મહેશ નરેશની બેલડી અમર થઈ ગઈ ' સાથે જીવશું ને સાથે મરશું ' ના બંધને ;
ગરિબાઈથી અમિરાઈની સફર ખેડી, સંઘર્ષ માટે સદા લડ્યા ;
અમર થઈ ગયા મહેશ નરેશ જેઓ દુનિયામાં હતા સવિશેષ .
ગામઠી ભાષામાં લોકમુખે બોલાતી શૈલીમાં કલાકારને કર્યો ઉજાગર ;
જાંબાજ હતા સંઘર્ષ વિર બનીને સત્યની પડખે જીવનભર રહ્યા ;
અમર થઈ ગયા મહેશ નરેશ જેઓ દુનિયામાં હતા સવિશેષ .
નમન કરીએ એ કલાકાર બેલડીને , જેમણે શૂન્યમાંથી વિરાટ સર્જન કર્યું ;
જેમણે યશ કીર્તિ નામના મેળવી લોક ચાહના પ્રાપ્ત કરી જગ પ્રસિદ્ધ થયા ;
અમર થઈ ગયા મહેશ નરેશ જેઓ દુનિયામાં હતા સવિશેષ .
સમાજ સેવા થકી અનેકાનેક કીર્તિમાન સ્થાપી ઉચ્ચ બહુમાન પુરસ્કાર પામ્યા ;
એવા હતા ભાઈ મહેશ નરેશ , શત શત નમન સૌ કોઈને પ્રિય બની રહ્યા સદા ;
અમર થઈ ગયા મહેશ નરેશ જેઓ દુનિયામાં હતા સવિશેષ .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
👉 ભાઈ મહેશ નરેશની જોડીને આ ફાની દુનિયાથી વિદાય થયે એક વર્ષ થયું , એમની શ્રધ્ધાંજલિ સ્વરૂપ ફૂલ નહિ તો ફુલની પાંખડી રૂપે મારા કાલા ઘેલા શબ્દોમાં અવર્ણનીય વાતોને સહેજમાં કંડારવાનો પ્રયાસ માત્ર છે .
શબ્દાંજલિ રૂપે તેમને ભાવપૂર્ણ યાદ કરી તેમના દિવ્યતાને પરમ કૃપાળુ પરમાત્મા સદૈવ શાંતિ આપે એ જ પ્રાર્થના . 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹