Gujarati Quote in Whatsapp-Status by Jignesh Gajjar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પેલા ડૂબતા સૂરજ ને થોડી વાર માટે ક્ષિતિજ ઉપર pause કરી ને, આકાશ માં સંધ્યા ના રંગો નો થોડો contrast વધારી ને,💨💦
દરિયા ની બરોબર વચ્ચે એક ગુલમ્હોર નો હિંચકો બનાવી,💨💦
એના ઉપર તને બેસાડી, દરિયા ના અવાજો ને mute કરી........💨💦
બસ, તને એટલું જ કેહવું છે...
‘ i love you યાર’❣️

દરિયા ના બે કાંઠાઓ વચ્ચે એક fly over બનાવી,💨💦
એના ઉપર આખી વસંત પાથરી ને,
તારી સાથે ચાલતા ચાલતા....💨💦
બસ, તને એટલું જ કેહવું છે...💨💦
‘ i love you યાર’❣️

એક ખાલી વાદળા માં અઢળક ગુલાબ ભરી ને,
એ વાદળા ને આકાશ માં ઉડાડી,
તારા ઉપર ગુલાબ નો વરસાદ કરી ને.....💨💦
મારે તો ફક્ત એટલું જ કેહવું છે...💨💦
i love you યાર’❣️

રોજ સવારે તારા ચેહરા ઉપર ઝાંકળ પથરાવી,
મારી આંખો માં સૂરજ ઉગાડી,
તારા ગાલ ઉપર મેઘધનુષ રચી ને, મારે તો તને એટલું જ કેહવું છે...💨💦
‘ Really, i love you યાર’.❣️

ફક્ત ૨ મિનિટ માટે, તું મારી સાથે ચંદ્ર પર આવીશ ?💨💦
ચંદ્ર એ કેટલાય વર્ષો થી અરીસો જોયો જ નથી.
તો મને થયું કે એને તારો ચેહરો જ બતાવી દઉં.
પછી ભલે ને ચંદ્ર થોડા દિવસ over confidence માં ફરે કે ‘આપણા માં ડાઘ છે જ નહિ’. 💨💦
એ ખુશ ખુશાલ ચાંદની ના આછેરા ઉજાસ ના સમ ખાઈ ને કેહવું છે તને...💨💦
‘ i love you યાર’❣️

૫૦૦ ગ્રામ વાદળ ના ટુકડા ઉપર એક સળગતી મીણબતી મૂકી ને, ઝગમગતા તારાઓ ની વચ્ચે, પેલા પૂનમ ના ચંદ્ર ની સાક્ષીએ, background માં વીજળી ના કડાકા અને વરસાદ ના અવાજ ની special effects ની સાથે કહેવું છે તને...💨💦
‘ i love you’.❣️

સૂરજ ની લાલાશ ને એક રીફીલ માં ભરી, એ લાલ પેન થી સફેદ વાદળ ઉપર બધા વાંચી શકે એવી રીતે લખવું છે...💨💦
‘ honestly, i love you યાર’ ❣️

શું શુભ કે લાભ ? મારા જીવતર ના પંચાંગ માં, તારા નામ ના ચોઘડિયા બનાવી, તને અનુકુળ નક્ષત્રો રચી ને એક વાર કહેવું છે...💨💦
‘ i really love you’. ❣️

વસંત હશે ફૂલો ને ખીલવા માટે નું કારણ.
અમે તો તારા નામ ની મોસમ થી ખુલીએ અને ખીલીએ છીએ.💨💦
વહેલી પરોઢે, ફૂલો ની એકલતા જોઈ એને વળગી પડતી ઝાંકળ જેવી એક કવિતા ની જેમ તને જીવીએ છીએ.💨💦
BOSS, તું જિગર છે. હવા માં જેનો પ્રાણવાયુ હશે એ બીજા...💨💦

મારો પ્રાણવાયુ તો જિગર છે.
એ જિગર ના સમ...
‘ i love you યાર’❣️

Gujarati Whatsapp-Status by Jignesh Gajjar : 111759324
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now