સન્માન
કદી ન કરજે માત પિતા નું અપમાન.
એમના છે ઘણાં જીવનનાં અરમાન.
કહી ન આપી શકે તો કરજે સન્માન.
નથી તું ભગવાન , તું પણ છે ઈન્સાન.
કરજે તું નારી નુ એટલું જ સન્માન.
કરજે પરિવાર નું એટલું જ સન્માન.
કર સાધુ સંતો, દિન દુખીયા નું સન્માન.
કર તું શુરવીર સેનાનીઓ નું સન્માન.
સ્વચ્છ રાખે શેરી ને ગામ કર એનું સન્માન.
આપે નવ જીવન કર ડોક્ટરોનું સન્માન.
કહે નર જીવ જગત બધે નુ કર તું સન્માન.
કચ્છ વતન મારુ ને ભારત દેશ આપણું મહાન.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
હાલ -મુન્દ્રા
તા.૨૨/૧૦/૨૧