જીવન
******************
આપ્યા છે આઘાત જિંદગીએ સફળ કરતા જીવનમાં.
કર્યું છે કોરું આગમન જિંદગીના એક બગીચામાં.
નહોતું ધાર્યું તે થઇને રહ્યું છે આ કોરી જીંદગીમાં.
બોલ્યા વિના હાર ,જીતને મેળવી લીધી રાહભરમાં.
નયનમાં ગોઝારો બનીને દિવસ આવ્યો અતૂટ જીવનમાં.
કહેતા કહેવું શું ! એજ વિચારતી રહી જીવનમાં.
જિંદગીની અધુરાશમાં કોઈ આવ્યું જીવનમાં.
બિન્દાસ થયા તો પણ અમે ખોવાયા જીવનમાં.
રહ્યું એક બુંદ યાદનું અનંદભર્યું ખુશીનું જીવનમાં.
ટહુકો થયો કે વેરાન રણમાં કોઈ મૂકી ગયું જીવનમાં.
રહ્યા એકલા અધુરા બનીને અમે પડકાર બની જીવનમાં.
છેલ્લો આધાર કોઈનો ના મળ્યો એક જીવનમાં.
જીવતર એક પડકાર બનીને રેલાઈ ગયું જીવનમાં.
છેલ્લો આઘાર હવે રહ્યો એક જ પ્રભુના ચરણમાં.
*******************
🥀🌹🌹🌹🌹🌹🥀
પ્રજાપતિ ભાનુબેન બી.