ઘડપણ; પડછાયો પણ હવે તમારો નથી હોતો.
-----------------------------------------------------
નથી તડકો હોતો, નથી છાયો પણ મળતો,
જીંદગી માં હવે પૂરતો પ્રકાશ પણ નથી હોતો,
તમારો પડછાયો પણ હવે તમારો નથી હોતો.
સમજનારા તમને એ ચાલી ગયા જગ છોડી ને,
જે બચી ગયા છે એ બેસી ગયા છે હથિયાર મૂકી ને,
તમારા છે જે હવે તમારા નથી હોતા,હવે તો પડછાયો પણ તમારો નથી હોતો.
હતા જે હાથ પગ ,હવે દુઃખી રહ્યા છે,
આખો નાં તેજ અને પાપણો ઝૂકી ગયા છે,મગજ નાં તેજ ને હવે કાટ લાગ્યો છે,
સમય જે હતો એ પણ હવે તમારો નથી હોતો.
મુરઝાયેલા ફૂલો ને હવે વાચા નથી હોતી,
હતી બાગ ની મહેક , એવી ફોરમ હવે નથી હોતી, છે ખંડેર ઉભુ, પણ એનો ઇતિહાસ કહેનારો નથી હોતો,
જે બચ્યા છે તમારા એ તમારા નથી હોતા,
તમારો પડછાયો પણ હવે તમારો નથી હોતો.
જયવંત બગડીયા / કવિરાજ