*જીવન*
ગાડુ ભરી હેત નો નિકળ્યો હતો શહેરમાં,
ગાડા વાટ ન મળી મને આ શહેરમાં.
પ્રેમ લઈ પગપાળા નીકળ્યો હતો ગલીમા,
પેલી પગદંડી ન મળી મને આ ગલીમા.
સુખ દુઃખની વાતો ની જયા ભારો ખોલતા ,
એ ગામનો વડ નો ઓટલો ખોવાણું.
કાળા ધોળા ,કલર વાળા બચપનના ફોટા ખોવાણા,
જ્યારથી આધુનિક થયા ત્યારથી.
ટેપ રેડિયો, ટીવી વિડીયો ખોવાયા.
આપણે ફસાયા મોબાઈલ ને સિનેમા થી.
દેશી બનાવટના ઘર ઝૂંપડાં મુકયા.
હવે આવી નાના ફ્લેટ મા સકડયા.
ખેતર વાડી ની તાજી હવા ખોઇ,
હવે હોસ્પિટલમાં હવા વેચાતી લીધી.
દુધ દહીં માખણ,ને ઘી નદી ગઈ સુકાઈ.
હવે તો નસ નસ મા કેમિકલ પદી વહેતી થઈ.
જે જીંદગી કુદરતના ખોળે વિતાવી,
હવે તો સિમેન્ટ ના જંગલમાં જીંદગી માટે લડે છે.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા
તા ૨૧/૧૦/૨૧