ગડો ભરે હેત જો નેકરયો વોસી શેરમે, ગડાવાટ ન લધી મુકે શેરમે.
પ્રેમ ખણી પગે નેકરયો વોસી ગલી મે, પગદંડી ન મેલઈ ગલી મે.
સુખ દુઃખજી ગાલિયે જી ગંધી જેત ખોલધા વાસી, ઈ વડ જો ઓટો વેનાયા સી.
કારા ધોરા, કલર વારા બચપન જા ફોટા વેનાયાસી, આધુનિક થયા જેડે થી.
ટેપ રેડિયો, વિડયો વેનાયા સી, જડે મોબાઈલ ને સિનેમા મે પયાસી.
દેશી ભનાવટજા ઘર ભુગા છડયા સી, તડે શેર જે ફલેટ મે ફસાણા સી.
વાડી ખતરેજી ચોખી હવા વેનાઈ, હાણે વેકાધી હવા ઇસપતાલ ગેડા સી,
દુધ દહીં ને મખણ ધી જી નાય સોકાયા સી, હાણે કેમીકલ નાડી પેયા નેરાયુ સી.
જીવન જોકો કુધરત જે જંગલ મે વિતાયા સી. હેત સિમેન્ટ જે જંગલ જગ જીવનસે લડાયા સી.
નારાણજી જાડેજા
નર
૨૧/૧૦/૨૦૨૧