જુઓને પ્રભુ, મેં શું ગુમાવ્યું!
તારા વગરની શુભ સવાર ગુમાવી,
ના યાદ કર્યા તમને સવારે,
એ સવારનું પ્રભુ સ્મરણ ગુમાવ્યું,
જુઓને પ્રભુ, મેં શું ગુમાવ્યું!
સાંજે ઝટપટ ઘરે આવીને,
ટીવી મોબાઈલમાં ડોકિયું કરાયું,
સાંજના દિવાબત્તી ટાણે પણ,
ઈશ્વર નું સ્મરણ પણ ગુમાવ્યું,
જુઓને પ્રભુ, મેં શું ગુમાવ્યું!
- કૌશિક દવે
-Kaushik Dave