*નજર*
તારી ને મારી નજર એવી મળી,
જાણે મળી ચંદ્ર ચકોરની નજર.
ત્યારે હિલ્લોળે ચડ્યો હૈયું એવું,
જાણે વમળમાં નૌકા ચળે હિલ્લોળે.
તારી આંખોની પલક એવી ઢળી,
જાણે સંધ્યા ક્ષિતિજ ને મળી.
પાંપણ નું પાલવ હટયુ ને મને,
તારી નજરમાં પૂનમનુ ચંદ્ર મળ્યું.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
હાલ-મુન્દ્રા
તા.૨૦/૧૦/૨૧