' મા ' તું સદા યાદ આવી જાય છે.
________________________
' માં ' તારી હોઠો ની મુસ્કાન , અને આંખો ની ભીનાશ મા છુપાયેલું હ્રુદય તારું
સદા યાદ આવી જાય છે.
તું ઉઠતી હતી ત્યારે પડતી હતી સવાર અને તું સૂતી ત્યારે પડતી હતી રાત, એ ' મા ' સદા યાદ રહી જાય છે.
સૂરજ નાં કિરણો માં અને ચંદ્ર ની ચાંદની માં
' મા ' તું સદા દેખાય જાય છે.
આટલા વર્ષો પછી પણ ' માં ' તું સદા યાદ આવી જાય છે
' મા ' તારા ઠપકા ની મીઠાસ માં, ' મા ' તારા ગુસ્સા નાં વ્હાલ માં, અને ' મા ' તારા થપ્પડ ની ભીનાશ માં, તારી મમતા યાદ રહી જાય છે.
' મા ' તું સદા યાદ આવી જાય છે.
તારી વાતો માં મને વાર્તા મળતી ,
તારી ખુશી માં ' મા ' મારી પિકનિક ચાલતી , અને તારી દિન-ચર્યા માં મારા જીવન નું ચણતર હતું, એ ' મા ' મને સદા યાદ રહી જાય છે,
' માં ' તું સદા યાદ રહી જાય છે, તું સદા યાદ આવી જાય છે
હોટેલ માં ખાધું , મિજબાની અને પાર્ટી માં પણ ખાધું, પણ ' મા ' તારા આંગળા નો સ્વાદ સદા યાદ રહી જાય છે
' મા ' તારા ગુસ્સા મા રહેલું વ્હાલ અને તારા આંસુ માં રહેલો પ્રેમ સદા યાદ રહી જાય છે,
છપ્પનિયા દુષ્કાળ છતાં તારી મમતા ની મીઠાસ સદા યાદ રહી જાય છે,' મા ' તું સદા યાદ આવી જાય છે.
જયવંત બગડીયા / કવિરાજ