Gujarati Quote in Poem by NIDHI SHAH

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહમ

ના રાખ તું માનવી આટલો અહમ
કે ચૂર થઈ જાય તારા સંબંધ

રખે ને ભૂલ થી તને થાય તો ઓ માનવી
ક્યાંક ભૂલેલા સ્પંદનો ને જગાવજે તું ભૂલથી

રખે ને કોઈ પળ, કોઈ ક્ષણ
તારા મન માં વસેલી જો કઈ કહે
તો એ જ તારા દિલને સંભારણા આપજે ઓ માનવી
ને તત્ક્ષણ આગળ હાથ લંબાવી સંબંધોને વાચા આપજે

દિલમાં ધરબાયેલા ફટ તણી લાગણીઓને
મૂળ થી હટાવી
મીઠી મુસ્કાન સાથે ફરી હાથ તારો આપજે

સમય સાથે તાલ મિલાવીને
તારો હાથ ઊંચો રાખજે

આ અહમને ક્યાંક ધરબાયેલા સ્પંદનોની જેમ ભૂલી
તારા સંબંધોને વાચા આપજે

જિંદગીની હસ્તરેખામાં સમય કેટલો બચ્યો છે
અજાણ છે સૌ કોઇ એનાથી

સ્મિત રેલાવી, અહમ પીગળાવી
ચૂર થયેલા સંબંધોને તૂ ફરીથી વાચા આપજે

ન દ્વેષ રાખે , ન અહંકાર સાખે
એ જ સાચો માનવી
તૂ પણ કોમળ હૃદય સ્પર્શ આપી
અહમથી પર રહી
પોતીકા પણાના અહેસાસ સાથે
સંબંધોની ગાંઠ બાંધી રાખજે ઓ માનવી
સબંધોની ગાંઠ બાંધી રાખજે ઓ માનવી

કવિયત્રી - નિધિ શાહ

Gujarati Poem by NIDHI SHAH : 111758030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now