Gujarati Quote in Thought by Kevin Changani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો વર્તમાન સમયમાં હજી પણ શિક્ષણના અભાવના કારણે છોકરીઓને શિક્ષણ આપવાનો પ્રાધાન્ય ઓછા આપવામાં આવે છે.વ્યક્તિના માતા-પિતા અને સામાજિક દ્રષ્ટિએ તમામ વ્યક્તિઓ નું વિચાર સામાન્યપણે એવા હોય છે, કે છોકરીને જો તેના માતા-પિતા ભણાવશે તો ઘણો ખર્ચો થશે અને તેને આખરે તો સાસરે જવાનું છે તો તે ભણી ગણીને નોકરી કરે કે ન કરે તેનો લાભ તો તેના સાસરિયાંને થવાનો છે આથી દીકરીને ભણવા નો ફાયદો નથી.

પરંતુ ખરેખર વિચારવા જેવી બાબત એ છે કે જો એક દીકરી ભણશે, તો તેનું સમગ્ર જીવન અને તેનું સમગ્ર કુળને તે શિક્ષિત બનાવશે.તે તેના આવનારી પેઢીને પણ શિક્ષિત બનાવશે.તેને લાયક અને ભણેલો છોકરો મળશે. આથી મહિલા શિક્ષણ ઉપર વર્તમાન સમયમાં હજુ પણ વધારે ભાર મૂકવાની જરૂર છે એવું મને છેલ્લા કેટલાય સમયથી આ બાબતે અંગે પ્રત્યક્ષ અનુભવો થઇ રહ્યા છે.લગ્ન સમયે ભણતર ઓછું હોવાના કારણે આવતી તકલીફો તેમજ નાણાંની કમીના કારણે પણ દીકરીઓને ભણાવવા આવતી નથી. તેમના માતા-પિતાને તેમજ અન્ય લોકોને પણ આ બાબતે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

-kevinkumar changani

Gujarati Thought by Kevin Changani : 111757521
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now