સમય
____
સમય ને કાંડા પર બાંધનાર હોય કે હોય દીવાલ પર લટકાવનાર,જીંદગી તો એની પણ બે કાંટા વચ્ચે જ પીસાય છે
આ પણ સમય ની વાત છે, જ્યારે દુનિયા જીતનાર સિકંદર ખાલી હાથે પાછો જાય છે,
સમય સમય ની વાત છે જ્યારે સમય બદલાય છે,કોણ કોનું છે ક્યાં એ ઓળખાય છે.
સમય ઘણો બળવાન છે, નથી પુરુષ બળવાન,
કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ અને એ જ બાણ છે.
સમય સમય ની વાત છે જ્યારે સમય બદલાય છે,માણસ તો એનો એ જ છે,ફક્ત માણસાઇ બદલાય છે.
સમય સમય ની વાત છે જ્યારે સમય બદલાય છે ,શબ્દ એનો એ જ છે, ફક્ત અર્થ એનો બદલાય છે .
જયવંત બગડીયા/ કવિરાજ