મારા મહાવીરજી...
......
(રાગ; મારા તે ચિત ને ચોરનાર મારો સાંવરિયો...)
.મારા તે ચિત ને ચોરનાર મારા મહાવીરજી,
મારા તે મન મંદિર માં બિરાજનાર મારા મહાવીરજી,
દર્શન કરું તો મારા હૈયા માં કઈ કઈ થાય મારા મહાવીરજી,
દર્શન ના થાય તો હૈયું વલોવાય મારા મહાવીરજી ,મારા હૈયા નાં ચિત ને ચોરનાર મારા મહાવીરજી,
મારું.. મારું.., મનડું મુંજાય અને લાલચ માં લાવ લાવ થાય .. મારા મહાવીરજી,.
મારા મનડા ને...,, મારા મનડા ને બાંધનાર મારા મહાવીરજી,
મુજ આત્મા ની દોર ને સાધનાર મારા મહાવીરજી
મારા તે ચિત ને ચોરનાર મારા મહાવીરજી,...
મારા તે ઘર થી ચાર ડગલે બિરાજનાર મારા મહાવીરજી,
મારા સૂતેલા ચિત ને જગાડનાર મારા મહાવીરજી....
ચંદ કોશિયા નાં ઝેર ને દુધની ધાર બનાવનાર મારા મહાવીરજી,
કાન માં ખીલ્લા ઠોકનાર ને માફ કરનાર મારા મહાવીરજી....
મારા ચિત ને કઈ કઈ થાય મારા મહાવીરજી,
મારા ચિત ને ચોરનાર મારા મહાવીરજી...,
મારા મહાવીરજી....
જયવંત બગડીયા / કવિરાજ