*પૂનમ*
મને પ્યારી લાગે પૂનમની રાત,
એમાં હોય શરદપૂનમની રાત.
ચંદ્રએ પાથરયો છે શીત પ્રકાશ.,
તું આવીને ને સંગે રમે રાસ.
ભીના ભીના વાયરા નો સંગાથ,
તારા કમળ કર નો હોય સાથ.
અવની પર ફેલયો પ્રેમ પ્રકાશ,
સપ્તપદીની રેલાઈ છે સુવાસ.
એક ઉગ્યો છે ચંદ્ર આકાશ,
બિજો ચંદ્ર રહે મારી પાસ.
નારાણજી જાડેજા (ગઢશીશા)
હાલ. મુન્દ્રા
તા.૧૫/૧૦/૨૧