રૂડી અને રઢીયાળી વળી હરીયાળી ને હેતાળ....
હે ચારણ..ચારણ ગીર નથી છોડવી તારા પહુડા ને પાછા વાળ.
★
આંબેથી ઊડ્યા,બાવળ મન બેહે નહીં;
અમે ચંદનવન ચૂક્યા,હવે વન વિહામો નહીં.
★
લાગલ હત જો લાય,અમે આડા પાડીને ઓલવત;
આ તો સળગી ગર્ય સગા,આજ હડેડયો ડૂંગર હેમીયા
★
ડૂંગર ઉપર દવ બળે,ખન ખન ઝરે અંગાર ;
જા કી હેડી હલ ગઈ,વા કા બૂરા હવાલ.
★
વાટ વિહામો ના મળ્યો,ના પ્રીતે પોંખાણા,
માનસરોવરના હંસલા...અમે વન વન વીંખાણા.
★
કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુ:ખ
ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ
★
બોલનારો બોલી ગયો,ઊડી ગયો આકાશ,
કોયલને પનારો પડ્યો,ઘૂવડ સાથે ઘરવાસ.
★
ભોં બીજી ભાળેલ નહીં,કયો જાવું કિસેં ?
તેં બેહાડ્યા તિંસેં,અમે બેઠા રઈએ બાનરા !
પહેલો નામ પરમેશ્વરો જેણે જગ માંડયો જોઈ,,,
નર મુરખ હમજે નહી મારો હરી કરે સો હોઈ,,,
સાણે વીજું સાટકે, નાંદે અમારા નેસ;
કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ.
★
ગર મોરાં, વન કુંજરાં,આંબા ડાળ સુવા;
સેણ કવચન, જનમ ભોમ, વીસરશે મુવાં.
★
આજ આનંદ આજ ઊછંરગ આજ નૈનોમા નેહ
સખી અમારા આગણે આજ કંચન વરસે મેઘ
એક શબદ ગુરૂ દેવ કા, તાકા અનંત બીચાર
થાકે મુનીજન પંડીતા ,જાકો વેદ નો પામે પાર
ધિંગાને ધાંન દલ ભરી દિધા પણ ઓલા રાકાથી રૂઠૉ ફરે,
તારી પાહે નય પરધાન તને કૉન સમજાવે શામળા,