ચારણ ચારણ જીભે વદે અખજ ખાય અન્ન,
મહિશાસૂર જેવા મન ભાઇ કેમ ભણવા ભાવલા?
પર નાર દેખીને પંડ ભુલે ઇ ચારણ નહી ચંડાળ,
કુળને દિયે કોક ગાળ એને ભાઇ કેમ ભણવા ભાવલા?
દારૂ પીને ડખ્ખા કરે મુતરે વસ્ત્ર મોઝાર,
ભોમ પર થીયા ભાર ભાઇ કેમ ભણવા ભાવલા?
ચોટે બેહીને ચાડીયુ કરે નાતનો વાળે નાશ,
એમા કેવી હોય આશ એને ભાઇનો ભણાય ભાવલા.......