Gujarati Quote in Folk by Ram Gareja

Folk quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવાનુ ખાવાનું,
ઘોડે ચડવાનું મૂછે તાનું, ઘવરાવાનુ ઘાવાનું,
કૃત શૂરવિરતાનું પ્રભુ કૃપાનું, વીર થવાનુ મહારથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૧…

કર ધરી તલવારં, કમર કટારં, ધનુકર ધારં ટંકાર,
બંદૂક બહારં, મારં મારં હાહાકારં હોકારં,
નર કઇ નાદારં, કરત પુકારં, મુખ ઉચારં રામ નથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૨

દુષ્કાળ ડરાવે ફાળ પડાવે, મેહ ન આવે મુરજાવે,
એ વખતે આવે ગુનિગુન ગાવે બહુ રિઝાવે બિરદાવે,
દાતાર નિભાવે, પંડ દુઃખ પાવે, ના મુખ આવે દામ નથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૩

ઉદ્વત નર એવા, કરે ન સેવા હલકા હેવા જડ જેવા,
જનમે દુઃખ દેવા લાભ ન લેવા, મળે ન મેવા માગેવા,
કહે પિંગલ એવા પાપ કરેવા અંત મરેવા ખૂબ મથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૪

Gujarati Folk by Ram Gareja : 111756087
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now