Gujarati Quote in Religious by Ram Gareja

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સતાધાર માં સત ને સાચવી
ગીર માં પીર ગીગડો બીરાજે
આરતી ટાણે નિત નકળંક રમે
લિલુડે ઘોડલે ગગન ગાજે
આરતી ઝળહળે નોબતું ગળગળે
ધમધમે ધૂપ ને નેજા ફરકતાં
કઠણ કળી કાળ પીર તું ગીગળા
માનવી ના બધા દુખ હરતાં

અન્ન ખાનાર ને પ્રેમ થી પંગત માં
થાય હમેશ ત્રણ વાર તેડાં
પીર ના આંગણે નીત ભોજન મળે
છલકતા દુધ ને ધી ના અવેડા
ચલમ સાફિ ને અમલ ગાંજો મળે
રાત દિવસ ચા ના સરુ ચડતાં
કઠણ કળી કાળ પીર તું ગીગળા
માનવી ના બધા દુખ હરતાં

પતીયલ પાંગળા કોઢીયા આંધળા
આંગણે આવતા રોગ જાવે
આશ પુરણ કરે કાજ સઘળા હરે
પાપ પંડ ના ટળે સુખ થાવે
વાંજીયા ને ઘરે પારણાં જુલતાં
હરખ થી દંપતી નમન કરતાં
કઠણ કળી કાળ પીર તું ગીગળા
માનવી ના બધા દુખ હરતા

Gujarati Religious by Ram Gareja : 111756083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now