બેટ સમદર તણે બેઠી જાનકી જકડાય
ને ,
પૃથ્વીએ ઢાળી પોપચાં સંભારતી રઘુરાય
ને ,
દશરથ તણા નંદન હવે ધરતી જ
ખાવા ધાય છે ,
દૈત્યો તણા આ દેશમાં મારા જુગ
સમા દિન જાય છે .
★
ચન્દ્રમુખી સહિયરૂં નિત ઘુમતી જેની ઘરે ,
એ જાનકી ની ખડગ ઝાલી ચોકીયું
દૈતણ કરે ,
પલ પલ મારાં પ્રાણ ફફડે મન મારૂં
મૂંઝાય છે ,
દૈત્યો તણા આ દેશમાં મારા જુગ
સમા દિન જાય છે .
★પ
છે સ્ફટિક મણીના મહેલ પણ વસનાર
સૌ વિકરાળ છે ,
છે ફુલ ફુલની વાસ પણ સરપું
તણી રખવાળ છે ,
કહે દાદ કંચન થાળમાં નિત પશુ
રૂધિર પિરસાય છે ,
દૈત્યો તણા આ દેશમાં મારા જુગ
સમા દિન જાય છે ,
રઘુનાથ આ લંકા મહીં મારા જુગ
સમા દિન જાય છે.