ગજબ હાથે ગુજારીને પછી કાશી
ગયાથી શું
મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું
★
દુઃખી વખતે નહિ દીધું પછી ખોટી
દયાથી શું
સુકાણાં મોલ સૃષ્ટિનાં પછી વૃષ્ટિ
થયાથી શું
★
વિચાર્યું નહિ લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું
જગમાં કોઈ નવ જાણે ઈ જનેતાનાં જણ્યાંથી શું
★
ન ખાધું કે ન ખવડાવ્યું દુઃખી થઈને
રળ્યાથી શું
કવિ પિંગળ કહે પૈસો મુવા વખતે
મળ્યાથી શું