ખુદા તારી કસોટીની પ્રથા સારી
નથી હોતી
કે સારા હોય છે
એની દશા સારી નથી હોતી
★
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે
દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ
સારી નથી હોતી
★
ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ
જાય છે કાંઠે તરો ત્યારે જ
સાગરની હવા સારી નથી
★
કબરમાં જઇને રહેશો તો
ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ
જગા સારી નથી હોતી