અરમાન ઝીંદગી ના પુરા થાય તો
ઘણુ છે,
બે ચાર કામ સારા થાય તો ઘણુ છે ,
મુશ્કેલ ઝીંદગાની એની તો મજા છે ,
જીગર થી જામ એનો જીરવાય તો
ઘણુ છે,
લવલેશ મૃત્યુ નો ડર મને નહી સતાવે મહેફીલ મા ખોટ મારી વરતાય તો
ઘણુ છે ,
વધુ નથી અબળખો હવે આ જીવન
મા ,
ઇજ્જત નુ કફન ઓઢી ને મરાય તો
ઘણુ છે .
અજ્ઞાત