Gujarati Quote in News by SUNIL ANJARIA

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાયન્સ સીટીની યાદગાર મુલાકાત.
એક્વેરિયમ માં શાર્ક અને બેબી વ્હેલ સુધ્ધાં અને વૉટર ટનલમાંથી પસાર વગેરે અને અન્યત્ર કયાંય ન જોએલ માછલીઓ. આના કરતાં ઓછું એક્વેરિયમ અને મેડમ ટુસાડ મ્યુઝીયમ ના બેંગકોકમાં 2011 માં 800 બાટ એટલે 1700 જેવા છેક 2011 માં થયેલા. એ હિસાબે માત્ર 200 ટીકીટ માં ઘણું સારું. રોબોટ્સ ની ગાઈડ સાથે એક કલાકની ટુર અને બધા નું ડેમો માત્ર 200 માં. હોલ ઓફ સાયન્સ માં સીમ્યુલેટેડ સ્પેસ જર્ની HAL બેંગ્લોર માં ભલે બે કે ત્રણ વ્યક્તિ સાથે પણ 50 વ્યક્તિ દીઠ 2018 માં હતા એ અહીં સંપૂર્ણ ફ્રી હતા.
રોબોટ વિભાગમાં કુસ્તી કરતા, ગેમ રમતા, બેડમિન્ટન માણસ સાથે રમતા, મ્યુઝિક વગાડી નાચતા, ઓપરેશન કે ખેતીમાં સ્પ્રે ને લળણી કરતા રોબોટ્સ, મંગળ પર નું રોવર વગેરે ગાઈડ સાથે એક કલાકની ટુર, થ્રિલ રાઈડ્સ, હોલ ઓફ સાયન્સ સ્પેસ માં આઉટર સ્પેસ ની ગોળ ફરતા પડદે ફિલ્મ, સ્પેસ શટલ માં અવકાશ યાત્રાનું સિમ્યુલેશન , નેચર પાર્ક અને કિડ્સ એરિયા વગેરેમાં ચાર કલાક ઓછા પડ્યા.
એકવેરીયમ માં ટી પોસ્ટ ની કેન્ટીન છે તેમાં ભાખરી અને મેથી થેપલાં, પોટેટો ચિપ્સ, સેન્ડવિચ વ. નો સ્વાદ માણ્યો. ચા ઘણી જાતની હતી. ઇન્ડિયન ટી 50 રૂ. માં સહુથી સસ્તી હોઈ લીધી. ફૂડ ખૂબ સારું અને સ્વચ્છતા ઉત્તમ પણ ભાવ એરપોર્ટ માં હોય એની નજીક કે એટલા. બીજી કેન્ટીન મોટા એલ ઇ ડી સ્ક્રીન નજીક છે પણ એનો પ્રચાર નથી.
એકદમ ગ્રીન વાતાવરણ. જોવાની મઝા પડી. ઘણા વખતે લગભગ 7 વર્ષે ગયો. ખૂબ બદલાઈ ગયું છે.
લિંક દ્વારા ફોટા જુઓ
some photos pf science city.
https://photos.app.goo.gl/kmaKxpmqT1Hkxefm9

Gujarati News by SUNIL ANJARIA : 111755803
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now