નવલા તે રંગની ચૂંદડી માઁ,
પહેરણ પહેરાવું આજ.
મ્હાલું આ જિંદગી ને,
કરું તવ કેરા સૌ કાજ.
નવ નવ દિવસની રાતડી,
સજી આવો નવ સાજ.
દે આશિષ સ્તકર્મ તણાં,
કર દુષ્ટ વૃત્તિનો વિનાશ.
લાખ લાખ જ્યોતિની આરતી,
ઢોલ, વાજિંત્રો સંગ સૂરસાજ.
રામ તો રાવણ રમાડે, માઁ
મહિષાસુરને તું કર તારાજ.
પાવાગઢ, અંબાજી ફરું ફરું,
બસ માવડી દર્શનને કાજ.
Happy Navratri🙏