એવું કર્યું છે તેં કદી કે,
ભૂખ વગર જ
ભરપૂર ખાઈ લીધું હોય?
ઊંઘ વગર પણ
બસ ઊંઘ્યા જ કર્યું હોય?
કશાય કારણ વિના
ગાંડાની માફક સતત
હસ્યાં જ કર્યું હોય?
ખબર હોય કે આભ એટલે
હકીકતે છે શું,
ને તોયે મોડી રાત સુધી એને
તાક્યાં જ કર્યું હોય?
કૉપી-પેસ્ટનું ઓપ્શન હોવા છતાં
એક નામ વારંવાર ટાઈપ કરી
લખ્યાં જ કર્યું હોય, ભૂંસ્યાં જ કર્યું હોય
ને ફરી ફરી લખ્યાં જ કર્યું હોય?
એવું થયું છે કદી કે,
તેં ઈચ્છ્યું હોય
કે કોઈ તારા ગાલને
તમાચા પર તમાચા પર મારી
જખમી કરી નાખે?
ને એ પછી જરાય રડ્યા વિનાની રડી લીધાની રાહત
અનુભવી છે તેં?
અનુભવના જગતમાંથી આ બધું જ મળજો,
સૌને,
પણ...સજોડે.
#અનુ_મિતા
#નિર્મોહી_અને_હું_