તું …….❤
વિચારમાં તું, આચારમાં તું,
હૈયાના હરેક અણસારમાં તું.
જોઉં ખુદને મન આરસીમાં,
સજ્યા આ શણગારમાં તું,
વ્યાપ્ત જગત તારી યાદોથી,
ઘર, મંદિર, કે પગથારમાં તું.
દિલ દઈને દિલ લીધું છે અમે,
એ ભાવ કેરા વ્યાપારમાં તું.
સપના તારા જ સજાવ્યા મેં,
'ઊર્મિ' વસે મન આકારમાં તું.
મંજુલા ગજકંધ 'ઊર્મિ'