આવી આવી આસોના નોરતાંની રાત.
મોરાગઢથી પધારજો મૉમાય માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
માતાના મઢ થી આવજો આશાપુરા માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
પાવાગઢ થી પહેલા પહોંચો મહાકાળી માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
ચોટીલા ડુંગરેથી ચાલ્યાં ચામુંડા માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
આબુ અંબાજી થી આગોતરાં આવજો અંબે માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
રાજપરા થી રોજ રમવા પધારો ખોડીયાર માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
ઉંઝા થી અજવાળા લઈ આવજો ઉમિયા માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
વીરાતરાથી વહેલા આવજો વાંકલ માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
દળવાના દયાળુ દર્શન દેવા આવો રાંદલ માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
મનની મુરાદ પુરી કરવા આવો મોગલ માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
ચાચર ચોકમાં ગરબે રમાવા આવો ચોસઠ જોગણી માત.
આવી આવી આસોના નોરતાંની રાત.
અરજ સુણી નર ની વેલેરા આવજો માત.
આવી આવી આસોના નોરતાંની રાત
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા તા.૬/૧૦/૨૧