આજની રઢિયાળી સાંજ તારે નામ કરી દઉ,
લઈ ઓવારણાં શ્યામ તને લોચનમાં ભરી દઉ.
મળ્યા હતા ઊતાવળમાં તો વાત ના થઇ ,
લે, તે વાત આજે તને કાનમાં ફરી કઉ.
તને જે પસંદ હોય તે જ કહેજે વાલા,
મનસા છે મારી ,શ્વાસ તારે ચરણે ધરી દઉ.
ક્ષણભંગુર આ માનવ દેહ તો ખરી જશે,
તુજ પ્રત્યે ભાવ ને ભક્તિનું નામ જરી લઉ.
વસિયતનામામાં હુ શુ આપુ શ્યામ તને?
આયખુ આખુ મારુ, તારે નામ કરી દઉ.
-Daxa Parmar