શમણાંને ક્યારે નિદરુંમાં શીદને સતાવો છો,
હકીકતમાં નહીં ને કલ્પનામાં મનાવો છો !
જીવતા ' તા ત્યારે તો કદીયે કદર ના કરી ,
ને આજે મારી છબીને હાર ધરાવો છો !
બે શરીર , આત્મા એક ને નોખા કરીને ,
અમારી જિજીવિષાની લાશને તરાવો છો !
પ્રેમના પંથ પર પગલાં અમારા એકલા ,
તમે સાથે ચાલ્યાનો રૂઆબ બતાવો છો !
સાથે ફરવાની મારી મોજ છીનવી લીધી,
ને પગરવની દુનિયામાં હોવાનું જતાવો છો !
અલગારી મીરાની સમીપ ના આવ્યા કોઈ ' દિ,
આજે રાધા સંગ સ્નેહનો રાસ રચાવો છો !