જિંદગી
બધુ મલે એનું નામ જિંદગી,
કંઈક ખૂટે એનું નામ જિંદગી,
ચલાવી લઈશ... કહીને હસીને
ચલાવી લઈએ એનું નામ જિંદગી,
બધું બધાને કયા મલે છે... તોય
જે છે એમાં મન મનાવી જીવે એ જિંદગી,
અવનવા રંગો દેખાય રોજ બધાનાં
છતાં હસીને આપણે આપણાં રંગમાં
જીવીએ એ જિંદગી,
કોઈ યાદ કરશે કે નહીં ખબર નહિ..
પણ યાદો ભરપૂર છોડી જઈએ એ જિંદગી...