રંગો ની દુનિયામાં પ્રેમ રંગ ઉતર્યો લાગે છે,
કુદરત નો રંગ જાણે ખૂબ જ નીખર્યો લાગે છે
રંગબેરંગી ફૂલો હર્ષ નાદ કરતા ,
જાણે રંગો ની મહેફીલ માં રમતા લાગે છે,
કેમ કરી રોકું હું મારા મન ને?
જાણે સૌંદર્ય થી મારા મન ને આકર્ષતા લાગે છે,
મોરપીંછ આભ ને ભિન્ન ભિન્ન એની ભાત,
જાણે કલાકારી ની આવડત દેખાડતાં લાગે છે,
સંધ્યા ની લાલાશ અને ચંદ્ર નો પ્રકાશ ,
જાણે પ્રેમ નો મૌસમ સર્જતાં લાગે છે,
કેમ કરી રોકું હું મારી જાત ને?
જાણે અદ્રશ્ય કોઈ ડોર થી મને ખેંચતા લાગેછે ,
કુદરત નો આ અદભૂત શૃંગાર ,
જાણે રંગો ની આ દુનિયાને સજાવતા લાગે છે,
કેમ કરી મનાવું આ આત્મા ને ?
જાણે આત્મા ના સાગર ને પ્રેમ થી હરતા લાગે છે.
-Mehta Mansi