મને બરબાદ કરવાના, તારા વિશ્વાસ ને જોવો છે,
તારા ખંભા પર બંદૂક રાખતા, ખાસ ને જોવો છે.
ઘાવ અનેક કર્યા છે તમને, છતાં તોડી નથી શક્યા,
ષડયંત્ર કર કે સામે લડ, છેલ્લા પ્રયાસ ને જોવો છે.
હું શંકર નથી કે પીતો રહું જગતે ફેંકેલા બધા ઝેર,
જે ઉરે જન્મે છે હળાહળ, તેના નાશ ને જોવો છે.
દિલમાં અંકિત છે, બતાવવાની જરૂર નથી અહીંયા,
મૂર્ખ લોકો કહે છે દેશભક્તિના શ્વાસ ને જોવો છે.
તકરાર વાતે વાતે કરે છે, ઘરમાં બેઠેલા બધા સિંહો,
આવા ઉગેલા અડબઉના મારે ચાસ ને જોવો છે.
અમે ક્યાં કહીએ છીએ કે તમે બની જાઓ ગાંધી,
બે કદમ ચાલો તમે, એવા અમારે ભાસ ને જોવો છે.
ચીરી ચામડી, બરફ સુવડાવ્યા છે એ મહા વિરોને,
આ જન્મભૂમિ માટે જેલ તો શું, તે ત્રાસ ને જોવો છે.
જીવનભર કુરુક્ષેત્રમાં જ રહ્યો છું ઓહ મુરલીધર,
અંતિમ ક્ષણે મનોજ ને વૃંદાવનના રાસ ને જોવો છે.
મનોજ સંતોકી માનસ