*પિતૃઓ માટે* ૨૮-૯-૨૦૨૧..
*સાતમ નું શ્રાદ્ધ*
પ્રિય મમ્મી પપ્પા, પિતૃ દેવો..
આજે તિથિ પ્રમાણે તમારું શ્રાદ્ધ છે,
દિલથી તમને યાદ કરીએ છીએ.
હવે તો તમે બીજે અવતાર ધારણ કર્યો હશે,
નવાં શરીરમાં નવું નામ હશે;
પણ આ દુનિયામાં ક્યાં હશો,
એ વિચારે ઊંઘ ઉડી ગઈ છે.
રાતના ત્રણ વાગ્યા છે;
દુનિયા આખી મીઠી નિંદર માણી રહી છે.
અને હું તમને યાદ કરું છુ,
તમારો ઓઝલ ચહેરો;
નવાં રૂપે, જોયો નથી છતાં,
નજર સામે દેખાય છે;
દિલથી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
તમારું જીવન સુખમય રહે,
સપનામાં પણ દુઃખ નાં આવે;
બધું જ સુખમય બની રહે.
આજનાં દિવસે ખાસ, બાકી,
રોજ સવારે તમને યાદ કરું છુ
જો ધ્યાનથી સાંભળો ધબકારા;
એ તમને જ યાદ કરે છે.
મારું મન બહું ઉદાસ બની જાય ત્યારે,
આકાશમાં ટમટમતા તારલામાં
શોધું છું તમને;
કાશ,
મને થોડો વધુ સમય મળ્યો હોત,
તમારી સાથે વિતાવવા;
તો મારે ઘણું બધું શીખવું હતું.
તમારી દિલેરીને જિંદગી જીવવા ની રીત.
આજે યાદ કરીને પોકાર્યા છે તો,
ત્યાં તમારાં હૈયામાં સ્પંદન ઉઠશે જ ને?
હાલ તમારું જે નામ હોય તે...
પણ પિતૃઓ,
જરૂર પડ્યે મારાં પરિવાર માથે હાથ રાખજો;
આજે અવિરત અશ્રું વહે છે.
મને ખબર છે,
તમે જ્યાં હશો પણ તમારી દિકરી માટે આશીર્વાદ વરસાવતા હશો;
જે નામ હોય તે... પિતૃદેવો..
દિલથી કોટી કોટી વંદન...
🙏🙏🙏🙏🙏
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ......
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️