પ્રભુ, તારી ભક્તિ તણો ખજાનો
________________________
પ્રભુ, તારી ભક્તિ તણો ખજાનો, છે મુક્તિ તણો મજાનો,
ત્યાગ કેરી ધરતી પર જો ધીરે ધીરે ચાલો,
તો મળશે માર્ગ મજાનો, મુક્તિ તણો ખજાનો.
ઓ રાગ દ્વેષ નાં રાહી,પ્રભુ ભક્તિ માર્ગ અપનાવો,
ભવ ભવ ના કષાયો પલ ભર માં ખપાવો,
ભક્તિ માર્ગ અપનાવી,મુક્તિ નો ખજાનો કમાવો.
મોહ માયા ની મમત માં,હજી નથી થયો સુધારો ,
પ્રભુ,તારી ભક્તિ કરનાર ને સાચો માર્ગ બતાવો.
કામ ક્રોધ ના અંગારા ને પ્રભુ,જલ્દી તમે બુઝાવો,
ઓ ભવ ભવ નાં મુસાફર , તમે ભક્તિ માર્ગ અપનાવો,
પ્રભુ, તારી ભક્તિ તણો ખજાનો,છે મુક્તિ તણો મજાનો.
.જયવંત બગડીયા / કવિરાજ
,