અજાણતા જ હું આવી ચડી તારી સમીપે
ક્યાં ખબર હતી કે ખોવાય જઈશ તારા નયનોમાં
ખોવાતી ગઈ તારી અનિમેષ આંખોના દરિયામાં
ભૂલી હું સાન ભાન તારી બાંસુરી ના ધ્વનિ માં
થઈ ઓળઘોળ, તારા સ્નેહાળ મૃદુ સ્મિતમાં
થઈ મંત્ર મુગ્ધ, તારા એ મોરપીંછ ના રંગોમાં
હરી લીધું મન મારુ તારા એ નિર્મળ મુખડા એ
છલકાય છે અવિરત પ્રેમ તેમાં જેમાં હું ખોવાય
કેમ કરી વળું પાછી હું, ખેંચે નિર્મળ સ્નેહ તારો
-Shree...Ripal Vyas